શિયાળા માં શું ખાશો
🟪 *હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં શું ખાશો ?* 🟪 શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ *આ ચાર મહિનામાં ભેગું કરી શકીએ.* શિયાળા માં હેલ્થને ચમકાવવા માટે તમારા ખોરાકમાં કઈ-કઈ વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ એ જાણીએ *ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ* પાસેથી. 🟥 *લીલું લસણ :* લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ *લીલું લસણ* ફક્ત શિયાળા માં મળે છે જેના ફાયદા સામાન્ય *લસણ* કરતાં પણ વધુ છે. *એ શરીરનું સમગ્રપણે ડિટૉક્સિફિકેશન કરે છે.* પાચન ને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા *ઍક્ટિવ કમ્પાઉન્ડ એલિસિન કુદરતી ઍન્ટિબાયોટિક છે,* જેને લીધે *ઇન્ફેક્શન* થી રક્ષણ મળે છે. *એ ખાવાથી શરદી અને ફ્લુથી બચી શકાય છે.* 🟥 *બાજરો :* આ એક એવું ધાન્ય છે જે *શિયાળા* માં જ ખાવું જોઈએ. *બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવો ઉત્તમ નાસ્તો કોઈ હોઈ ન શકે.* એના લોટમાં *લીલું લસણ* નાખીને બનાવેલું ઢેબરું અને ઓળો જેણે ખાધો હોય એ જ સમજી શકે એનું સુખ. *બાજરામાં ખૂબ સારું પ્રોટીન રહેલું છે,* જે પોષણ આપે છે અને શરીરને ગરમાટો પણ આપે છે. આ એવો ખોરાક છે જ...