સાચું તીર્થ ગુજરાતી વાર્તા
શ્રી ૧:
શ્રી ગણેશાય નમઃ
હું છું ભાવેશ પટેલ
આજે એક નવી વાર્તા લઈને આવ્યા છે અમે.
આપ સો મિત્રો નું સ્વાગત છે અમારી વેબસાઈટ પર
આજ ની વાર્તા નું નામ છે
શ્રી ગણેશાય નમઃ
હું છું ભાવેશ પટેલ
આજે એક નવી વાર્તા લઈને આવ્યા છે અમે.
આપ સો મિત્રો નું સ્વાગત છે અમારી વેબસાઈટ પર
આજ ની વાર્તા નું નામ છે
સાચું તીર્થ
શંકર ભગવાન અને ઉમિયા માતા ને બે દીકરા હતાં. એક નું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ. બે ભાઈ માં ગણેશ દુંદાળા હતા. નાના પગ અને મોટું માથું. કાર્તિકેય તો હરન ની ફરે દોડે,પણ ગણેશ નું પેટ મોટું પટારા જેવું,દોડવાનુ કે કૂદવાનું આવે તો એમને તો ન ફાવે.
એક દિવસ ગણેશ અને કાર્તિકેય વાદે ચડ્યા.
એક કહે હું જબરો,''
બીજો કહે હું જબરો,''
બેઉ ને લડતા જોઈ ઉમિયા માતા બોલ્યાં :
'' તમે બેઉ એક સાથે નીકળી ને દુનિયા ફરી આવો.અડસઠ તીર્થ કરી આવો.
બે માં જે પહેલો ધરે આવે તે જબરો.''
માને પગે લાગી કાર્તિકેય તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા શી વાત ?
પવન ની જેમ એતો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે ,આ કાર્તિકેય ને કેમ કરી પહોંચી શકાશે?.
આવડી મોટી ફાંદ અને આટલુ ભારે માથું ન હોત તો એનેય બતાવી દેત,પણ હવે શું કરવું ?''
ગણેશ તો મૂંઝવણ માં પડી ગયા .ત્યાં એમના મનમાં એક વિચાર આવ્યો.તેમણે મને કહ્યું, મા, તમે અહીં સિંહાસન પર બેસો.''
પછી જઈને પિતાજી ને બોલાવી લાવ્યા અને કહ્યું તમે પણ અહી માતાજી સાથે સિંહાસન પર બેસો.'
શંકર ભગવાન બોલ્યાં આજે આ શું ખેલ માંડ્યો છે તે ગણેશ ?
કાર્તિકેય ક્યાં છે ?
ઉમિયા માતા બોલ્યાં એ તો ઘણો દૂર પહોંચી ગયો હશે,બે ભાઈ શરતમાં ઉતર્યા છે: જે દુનિયા ફરી આવે અડસઠ તીર્થ ફરી આવે અને જે પહેલો ધરે આવે તે જબરો.''
આ સાંભળી ને શંકર ભગવાને ગણેશ ને પૂછ્યું,
ગણેશ તું ક્યાં ઉપડે છે ? ગણેશ મલક્યા અને બોલ્યાં , પિતાજી તમે જુવો તો ખરા ,''
પછી એમને આસન પર બેઠેલાં માતાપિતા ની પૂજા કરી અને તેમની પ્રદક્ષિણા શરૂ કરી. પોતે ફરતા જાય છે ને બોલતા જાય છે માતા દેવ છે , પિતા દેવ છે,
એકવાર,બે વાર, ત્રણ વાર - એમ અડસઠ વાર ગણેશજી એ માતા પિતા ની આસ પાસ આટા માર્યા, પછી એમને પગે પડી એ બોલ્યાં : દુનિયા માં સૌથી મોટું તીર્થ મા બાપ છે.
મે એ તીર્થ ની અડસઠ વાર પ્રદક્ષિણા કરી છે મારી અડસઠ તીર્થ ની યાત્રા પૂરી થઈ,''
આ સાંભળી ને કહે, ગણેશ તું નાનો છે ઘણો ચતુર છે .
બે ભાઈ માં તું જ પહેલો આવ્યો ગણાય. તારી બુદ્ધિ અજબ છે.''
ઉમિયા માતા બોલ્યાં, મા બાપ ને તીર્થ રૂપ ગણે તેની પૂજા સૌથી પહેલી જ થાય ને!
માતા પિતા ના વચનો સાંભળી ને રાજીરાજી થઈ ગયા.
પછી વખતે કાર્તિકેય આખી દુનિયા ફરીને ધેર આવ્યા અને માતા પિતા ને પગે લાગ્યા .લાંબી મુસાફરી ને લીધે થાકીને લોથ પોથ થઈ ગયા હતા. તેમણે જોયુતો ગણેશ મોજ થી મા નાં ખોળામાં બેઠા હતા .
ગણેશ ,તું વહેલો આવી ગયો કે નીકળ્યો નથી ?તેમણે ગણેશ ને પૂછ્યું. ગણેશ કહે .જીવતા તીર્થ તે મા બાપ.'' મે એમની પૂજા કરી એટલે અડસઠ તીર્થ મને ફળ્યા. મારી તીર્થયાત્રા તો ક્યાર નીય પૂરી થઈ છે.
માતા પિતા ની સેવા કરવી એ એક મોટું તીર્થ સ્થળ જ છે.
વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો ને મોકલવા વિનંતી છે .
જય જય ગરવી ગુજરાત
જય જવાન
જ કિસાન

Comments
Post a Comment