ખાખી બાવો

શ્રી ૧:
શ્રી ગણેશાય નમઃ

આજે અમે તમારા માટે એક નવી વાર્તા લઈ ને આવ્યા છે.

વાર્તા નું નામ છે

ખાખી બાવો

    બા બેઠી હતી રસોઈ કરવા
લઇ એ પળ નો લા'વો

 જટા બનાવી, ભભૂત લગાવી

બચુ  બન્યો  ત્યાં  બાવો...
''બમ્  બમ્  ભોલા  અલખ નિરંજન
હું    છું    ખાખી   બાવો !

ભિક્ષા  માટે  આવ્યો, મૈયા !
ચપટી    આટો    લાવો !

"રસોઈ  એવી  કશી  ખપે   નાં,
નહીં  મીઠાઈ - માવો,

વૈરાગીને   ભોજન   સાદું
ખીચડી   આટો  ખાવો,

પૈસા - કપડાં કંઈ નાં જોઈએ,
ના   જોઈએ   સરપાવો,

મન  મોજીલા   બની   અમારે
ગિરધર  નો   જશ   ગાવો !

બા  બોલી   આજીજી   કરતી :
" ચીપિયો  નાં ખખડાવો ,

ઘર માં હમણાં કોઈ નથી ને
મુજ ને  નાં   બિવડવો !

" અચ્છા ,  મૈયા ! હમ ચલતે હૈ !
કહી   ને    ચાલ્યો    બાવો ,

વેશ હટાવી ,   થઈ ને ડાહ્યો,
બોલ્યો  બા ,  હું  આવો !"
------------------------------
શબ્દ સમજૂતી
લા' વો  = લહાવો
આટો =  લોટ ,
ભભૂત = ભસ્મ , રાખ
ખપે=   જોઈએ
માવો = દૂધ ને ઉકાળી,પાણી  વિનાનું,બનાવી  તૈયાર થતી બનાવટ,
સરપાવ = કઈ સારું કરવાથી આપતી શાબાશી
મૈયા = માતા .

વાર્તા સારી લાગી હોય તો તમરા મિત્રો ને મોકલજો .

જાય જય ગરવી ગુજરાત
જય જવાન
જાય કિશાન




Comments

Popular Posts