સિંહ અને ઉંદર ની વાર્તા
શ્રી૧:
શ્રી ગણેશાય નમઃ
ગુજરાતી ભાષામાં વાર્તા ઓ વાંચવા માટે અમારા બ્લોગ પર બધાં બાળકો નું સ્વાગત કરવામાં આવે છે
(અમારી આ પહેલી વાર્તા છે ભૂલ થાય તો માફ કરજો)
વાર્તા નું નામ
એક મોટું જંગલ હતું તેમાં સિંહ રહેતો હતો.
એક બપોરે સિંહ ઊંધતો હતો એક વખતે થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા એક નાના ઉંદરે સિંહ ના શરીર ઉપર દોડા દોડી કરી.
તેથી સિંહ ની ઊંધ બગડી. સિંહે પંજો ઉગામ્યો ઉંદર કંપો ગયો.
ઉંદર બોલ્યો મને માફ કરો, સિંહે તેને માફ કરી દીધો,અને વિનંતી કરતાં કહ્યું,વનરાજ તમારો ઉપકાર નહિ ભૂલું અણીના વખતે મદદે આવીશ
ઉંદર ની વાત સાંભળી,સિંહ હસ્યો અને બોલ્યો,ઉંદર તું મને મદદ કરીશ? ભાગ અહીંથી જવા દઉં છું તને.
થોડા દિવસો પછી સિંહ જાળ માં ફસાયો.તે બરાડા પાડવા લાગ્યો.ઉંદરે સિંહ નાં બરાડા સાંભર્યા તે સિંહ ની મદદ માટે દોડી આવ્યો.
ઉંદરે ઝડપ થી દાંત વડે જાળ કાપવા માંડી.થોડી વારમાં જાળ કપાઈ ગઈ ને સિંહ જાળ માંથી છુંટો થયો,સિંહ આભાર સાથે બોલ્યો મારા નાના ઉંદર ભાઈ તારો ખૂબખૂબ આભાર.
આ વાર્તા તમને પસંદ આવે તો તમારાં બાળ મિત્રો ને મોકલજો
જય જય ગરવી ગુજરાત
જય જવાન
જય કિશાન
Comments
Post a Comment