જન્મદિન ની ઉજવણી
જન્મદિન ની ઉજવણી
પ્રિય બાળકો અને મિત્રો તમારું સ્વાગત છે અમારા રંગીલા ગુજરાતી વાર્તા પર.
આજે અમે તમારા માટે એક નવી વાર્તા લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે.
વાર્તા નું નામ છે
જન્મદિન ની ઉજવણી
પ્રિય ભાઈ દિવ્ય,
મજા માં ને? હું પણ મજા માં છું.તને મારો પત્ર વાંચી ને નવાઇ લાગશે કે મેં ફોન કરવાનો બદલે લખવાનું કેમ પસંદ કર્યુ!
ફોન પર કરેલી વાતો તો ભુલાઈ જાય ! જ્યારે લખેલું તો ફરીથી વાંચવું હોય તો પણ વાંચી શકાય.આજે તને આનંદ થાય એવી વાત લખવાની છું.
ગઈ ૯ મી તારીખે મારો જન્મ દિવસ હતો. કેમ વિચારે ચડી ગયો ને ?તને એમ હશે કે અમે બધાએ ભેગા મળી ને ખૂબ ધમાચકડી કરી હશે. આખો રૂમ રંગીન કાગળો અને ફુગ્ગા ઓ થી સજાવ્યો હશે ! બધાં દોસ્તો એ ચમકતી રંગીન ટોપીઓ પહેરી હશે,રૂમ ની વચ્ચે ટેબલ પર હેપ્પી બર્થડે તો ધ્રુવી '' લખેલી કેક ગોઠવી હશે,ફૂક મારી ને મીણબત્તી ઓ હોલવ્યા પછી તાળીઓના ગડગડાટ વચ્ચે મે કેક કાપી હશે ! આ વાંચતી વખતે ફુગ્ગા ફૂટવાનો ફટ ફટ અવાજ પણ તને તો સંભરાયો હશે!
પણ સાચું કહું તો આ વખતે કશુંય ન હતું.હા મમ્મી- પપ્પા એ તો બધું વિચારી રાખેલું પણ મેજ કહ્યું,જન્મ દિન ની આપણે જુદી રીતે ઉજવણી કરી એ. મારે આ વર્ગ માં જ જન્મદિન ની ઉજવણી કરવી એવો નિર્ણય કર્યો. પપ્પા કહે : ' એ તો બહુજ સરસ! મમ્મી પણ રાજી થઈ.તારા વર્ગ નાં બધાં બાળકો એમાં જોડાય, શિક્ષકો પણ તને આશિષ આપે એથી રૂડું શું?
હું રોજ કરતા વહેલી તૈયાર થઈ ગઈ. સિદ્ધિ અને નીલુ ને જણાવ્યું ,તો એ પણ રાજી- રાજી થઈ ગયા.વાતો કરતા કરતા અમે નિશાળે પહોચ્યા,ઓમ અને આઝાદ પણ અમારી સાથે આવ્યા. અમે વર્ગ શિક્ષક પાસે થી વર્ગ સુશોભન માટે તોરણ ફુગ્ગા, લઈ વર્ગ શણગાર્યો.ઓમ અને નીલુ એ રંગીન ચોક વડે કાળાં પાટિયા પર " ધ્રુવી ને જન્મ દિન નાં ખૂબ ખૂબ અભિનંદન" લખ્યુ,ફરતે સરસ મજાની ડીઝાઇન દોરી. વર્ગખંડ દરરોજ કરતા વધારે સુંદર દેખાતો જોઈ ને સૌ રાજી- રાજી થઈ ગયા. કાળાં પાટિયા પરનું લખાણ વાંચી ને બધાં સામે જોઇને થોડું હસી લેતા હતા. અમારા ગુરુજી આવ્યા. એમણે મોટેથી લખાણ વાચ્યું ,ધ્રુવી ને જન્મદિન ના ખૂબ ખૂબ અભિનંદન."ગુરુજી બોલ્યાં " હેપ્પી બર્થ ડે ધ્રુવી ." બધાં એક સાથે બોલી ઊઠયા , હેપ્પી બર્થ ડે ધ્રુવી .તાળીઓ નાં ગડગડાટ વચ્ચે ગુરુજી એ મને બોલાવી, વ્હાલા બાળકો આજે ધ્રુવી નો જનમદિવસ છે.આપણે સાથે મળી ને ધ્રુવી ની ખૂબ જ પ્રગતિ થાય તેવી શુભકામના સાથે અભિનંદન પાઠવીએ. ગુરુજી એ સાકરથી મારું મોં મીઠું કરાવ્યું અને ને પણ ગુરુજી નાં આશિષ લઈ બધાં મિત્રો ને સાકર વહેચી મો મીઠું કરાવ્યું. ગુરુજી એ મને પુસ્તક ભેટ આપ્યું અને પુસ્તક ઉપર ' વ્હાલી ધ્રુવી ને જન્મદિન ની નાનકડી ભેટ.' એમ લખી ને શુભાશિષ પાઠવ્યા. તું નહિ મને દિવ્ય ! મારો જન્મ દિવસ ખૂબ સરસ રીતે પસાર થયો.ધરે જન્મ દિવસ ઉજવ્યા કરતા શાળા માં સૌની સાથે ઊજવવા નો આંનંદ અલગ છે.તું પણ વિચારજે.
તારો જન્મ દિવસ તારી શાળા માં ઊજવજે. મમ્મી- પપ્પા ને મારા પ્રણામ કહેજે.
હું તારા પત્ર ની રાહ જોઈશ.
લિ. તારી બહેન ધ્રુવી
આ વાર્તા સારી લાગે તો તમારા મિત્રો ને મોકલજો અને તમારો અભિપ્રાય આપજો.
જા જય ગરવી ગુજરાત
જય જવાન
જાય કિશાન
Comments
Post a Comment